પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગે વિડિયો કોન્ફરન્સ દ્વારા ભારતીય ઉદ્યોગ પરિષદ સીઆઇઆઇની વાર્ષિક બેઠક 2021ને સંબોધન કરશે. આ બેઠકનો વિષય ઇન્ડીયા એટ સેવન્ટી ફાય ગવર્નમેન્ટ એન્ડ બીઝનેસ વર્કિગ ગેધર ફોર આત્મનિર્ભર ભારત છે.
આજથી શરૂ થઇ રહેલી બે-દિવસીય વાર્ષિક આંતરરાષ્ટ્રીય બેઠક ના વિશેષ આંતરરાષ્ટ્રીય વકતા તરીકે સિંગાપુરના ઉપ પ્રધાનમંત્રી હેંગ સ્વી કીત અને આર્થિક નિતી માટે સમન્વય મંત્રી સંબોધન કરશે. આ આયોજનમાં અનેક મંત્રીગણ, અધિકારી, શિક્ષણવિદ અને ભારતીય ઉદ્યોગ જગતના પ્રમુખ પ્રતિનિધીઓ ભાગ લેશે
Will be speaking at the #CIIAnnualSession2021 this evening. The Government of India will keep working with various stakeholders to further strengthen the reform trajectory so that the collective vision of Aatmanirbhar Bharat is fulfilled. https://t.co/mWdYxJ06r5
— Narendra Modi (@narendramodi) August 11, 2021
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આજે સાંજે સીઆઇઆઇની વાર્ષિક બેઠક-2021ને સંબોધન કરીશ. ભારત સરકારના સુધારાને વધુ મજબુત કરવાની દિશામાં વિવીધ હિત ધારકો સાથે કામ કરશે જેથી આત્મનિર્ભર ભારત ના સામુહીક પ્રયાસને પુરો કરી શકાય. આ બેઠકમાં પ્રધાનમંત્રી આગામી સમયમાં દેશના લક્ષની વાત કરશે. કારણકે આગામી પચ્ચીસ વર્ષમાં ભારત આઝાદ થયાને સો વર્ષ થશે.