નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. રાજપીપલાના જીતનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના આદિવાસીઓને મોટી ભેટ આપી હતી.

દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. તેમની સાથે વન મંત્રી ગણપત વસાવા , ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી પણ હાજર હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિવાસીઓના બલિદાનને યાદ કરતા કહ્યું કે, આઝાદીના સંગ્રામમાં દેશ ક્યારેય તેમનું બલિદાન નહીં ભૂલી શકે.