કપરાડા: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાં દરમિયાન દર વર્ષે ચોમાસામાં નદી નાળા કોઝવે પર તણાઈ કે ડૂબી જવાની આકસ્મિક ઘટના બનતી હોય છે આ વર્ષમાં પહેલી ઘટના બનતી હોય છે ત્યારે આજે કપરાડામાં નદીના કોઝવે પરથી પડી જવાથી એક વ્યક્તિનું મોત થતા ઘટના સામે આવી છે.
સ્થાનિક લોકોએ Decision Newsને આપેલ માહિતી પ્રમાણે કપરાડા તાલુકાના પાનસ ગામના ભંડાર ફળિયામાંથી પસાર થતી દોલધા નદીના ચેકડેમ કોઝવે નજીકમાં રહેતા સતિષભાઇ ગુલાબભાઈ પટેલ કોઝવે પસાર કરતી વખતે પડી જવાથી મૃત્યુ મૃત્યુ પામ્યા છે તેમનો મૃતદેહ હાલમાં નદીના પાણી માંથી મળી આવ્યો છે અચાનક બનેલ આ મૃત્યુની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવ્યો છે.
આ ઘટનાની જાણ થતા સ્થાનિક યુવાનો અને અગ્રણી આગેવાનો કપરાડાના નાનાપોઢા પોલીસ મથક પહોંચી ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળ આવી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી છે.

