કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા છે એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કર્યું સ્વાગત. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લખનૌમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની પણ મુલાકાત લેશે. વારાણસી પહોંચ્યા બાદ તેઓ ભગવાન કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેશે. ગૃહમંત્રીની આ મુલાકાતમાં ઉત્તરપ્રદેશ માટે ઘણી ભેટો આપશે છે.

ગૃહમંત્રી વિંધ્યાવાસિની કોરિડોરનો શિલાન્યાસ પણ કરશે અમિત શાહે કહ્યું છે કે આ કોરિડોરના નિર્માણ સાથે આ શક્તિપીઠ આધ્યાત્મિક પ્રવાસનનું મોટું કેન્દ્ર બનશે. ગૃહમંત્રી અમિત શાહની ઉત્તર પ્રદેશની મુલાકાત દરમિયાન અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે કહી શકાય કે આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, આવી સ્થિતિમાં ભાજપનો પ્રયાસ મહત્તમ યોજનાઓ દ્વારા લોકો સુધી પહોંચવાનો છે.

ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પહોંચ્યા બાદ યુપી સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. સંપુર્ણ કાર્યકમ પુરા થયા બાદ અમિત શાહ સાંજે 6.20 વાગ્યે બાબતપુર એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.