ધરમપુર: આજરોજ ધરમપુર-વાંસદા હાઇવે 56 અને આસુરા બિરસામુંડા સર્કલથી માલનપાડા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા રોકો આંદોલન બાબતે કલેક્ટર સાહેબશ્રી, વલસાડને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી ધરમપુર મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજે ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા ધરમપુર-વાંસદા હાઇવે 56 અને આસુરા બિરસામુંડા સર્કલથી માલનપાડા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા રોકો આંદોલન બાબતે કલેક્ટર સાહેબશ્રી, વલસાડને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી ધરમપુર મારફત આવેદનપત્ર અપાયું હતું.

કલ્પેશ પટેલે Decision News જણાવ્યું કે ધરમપુર-વાંસદા હાઇવે 56 અને આસુરા બિરસામુંડા સર્કલથી માલનપાડા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલતમાં છે તેમાં છતાં તંત્ર કુંભકરણની ઊંઘમાં ઊંઘી રહ્યું છે. પણ અમે પણ એને જગાડીને એમના કર્તવ્યનું ભાન કરાવીને રેહશું. જો અગામી 4 દિવસમાં જો રસ્તાનું યોગ્ય સમારકામ ન થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી હાઇવે ઓથોરીટીની રહશે.