વલસાડમાં ગઈકાલે રેલ્વે સુરક્ષાબળ ટ્રેનિંગ સેન્ટર પશ્ચિમ રેલ્વે વલસાડ ખાતે ‘ધ સફાઈ અભિયાન’ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રેલ્વે સુરક્ષા બળના ૩૬માં રેસિંગ દિવસ નિમિતે ટ્રેનિંગ સેન્ટરના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર આર. પી એફ શ્રી રાકેશ પાંડે સાહેબના નિર્દેશનમાં સમાજ દળ ગ્રુપ તથા વલસાડ નગરપાલિકા સાથે મળીને સામૂહિક સફાઈ નું અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે રેલ્વે સુરક્ષાબળના ઇન્સ્પેક્ટર શ્રી આસિફ અહમદ સાહેબ, સિનિયર ઇન્સ્પેક્ટર શ્રી સંજય ચૌધરી, આર પી એફ વલસાડ ટ્રેનિંગ સેન્ટરના લાયઝનીગ ઓફિસર શ્રી આઇ.બી પઠાણ સાહેબ, મહિલા પી.એસ.આઇ સાથે ૫૦ થી ૬૦ મહિલા રિકૃત ટ્રેનિંગ સ્ટાફ તથા આર.પી.એફ ટ્રેનિંગ સેન્ટરના સ્ટાફના સાથ અને સહકારથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વલસાડ રેલવે સુરક્ષાબળના સ્ટાફ મેમ્બર અને સમાજ દળ ગ્રુપના મીત પટેલ (સ્થાપક), માર્ટિન પટેલ (પ્રમુખ), અક્ષય પટેલ ( ઉપપ્રમુખ), મોહિત પટેલ, દીપ્તેશ પટેલ, કિંતેશ પટેલ, સાગર પટેલ, હેનીલ પટેલ, નિર્મલ પટેલ, આયુષ પટેલ, અને કૃણાલે પણ પોતાની હાજરી આપી આ સેવાકીય પ્રવૃતિમાં ભાગ લીધો હતો.
આ પ્રવૃત્તિ દરમિયાન રેલ્વે સુરક્ષાબળના પૂરા કેમ્પસમાં સાફ સફાઈ કરવામાં આવી, ત્યાર બાદ રસ્તા અને આર પી એફ ના મેદાનમાં પણ સાફ સફાઈની સાથે સાથે ત્યાં રસ્તા પર રહેલા લારીવાળાઓને યોગ્ય માર્ગદર્શન આપી કચરાપેટી રાખવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને કાપડની થેલીનો ઉપયોગ કરી સ્વચ્છતાનો સંદેશો આપવાનો પ્રયાસ થયો હતો. આમ લોક જાગૃતિનો નિર્ણય સમાજ દળ ગ્રુપ તથા વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો.