વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એકલવ્ય યુવક મંડળ દ્વારા સ્થાનિક સમાજના લોકોમાં સ્વચ્છતા જરૂરીયાત અને સમજ ઉભી કરવા માટે પ્રાથમિક શાળા લોટરવા આગળ ગામનાં યુવાનો દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વ્યારા તાલુકાના લોટરવા ગામમાં એકલવ્ય યુવક મંડળના યુવાનો દ્વારા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આજરોજ સ્વચ્છતાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું કોરોના મહામારીના સમયે સ્કૂલો બંધ હાલતમાં પડી રહેવાના કારણે ખુબ જ ગંદી થઇ જવા પામી હતી હવે આવનારા સમયમાં જ્યારે સ્કૂલો ખુલી રહી છે ત્યારે આ સ્કુલોમાં સાફ-સફાઈ ખુબ જ જરૂરી હોવાનું જાણી આ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રાથમિક શાળામાં યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં એકલવ્ય યુવક મંડળના યુવા કાર્યકર્તા નિરવ, કેઇન્સ, ભાવિન, મયુર, યશ, ગોટી, પાથૅ, પ્રકાશ, પ્રિયાંક, શિવ, સમીરની સાથે બાળકોએ પણ ભાગ લઇ આ અભિયાનને સફળ બનાવ્યું હતું.