નવસારી: આજરોજ કોંગ્રેસના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાનીમાં પ્રવર્તમાન મોંઘવારી પર નવસારી શહેરના દસ અલગ અલગ જગ્યાએથી વિરોધ રેલી કાઢી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજે સવારે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ નવસારી શહેરના જલાલપોર, વિજલપોર, સિસોદ્રા, અરુ અને વેસ્મા જેવા અલગ અલગ જગ્યાઓથી કોંગ્રેસના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાનીમાં હાલમાં લોકોને રાતા પાણીએ રડાવી રહેલી ખાદ્ય વસ્તુઓ અને ક્રુડ ઓઈલની મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન રેલીનું કાઢવામાં આવી હતી જેમાં શહેરની દસ અગલ જગ્માંયાથી નીકળેલી ટુકડી સમગ્ર વિસ્તારને આવરી નવસારી ટાઉન પાસે ભેગા થવાનું આયોજન હતું તે દરમિયાન પોલીસ દ્વારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ સહિત કોંગ્રેસી કાર્યકર્તાઓ ને ડીટેઈન કરી દેવામાં આવ્યા હતા.. જુઓ વિરોધ પ્રદર્શન રેલી વિડીયોમાં..
આ મોંઘવારી વિરોધ પ્રદર્શન રેલીમાં અનંત પટેલને ડીટેઈન દરમિયાન ધારાસભ્ય અને કોંગ્રેસી કાર્યકર્તાઓને પોલીસ વચ્ચે ધક્કા ધક્કી ના દ્રશ્યો પણ સર્જાયા હતા. નવસારીના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓને પણ પોલીસ દ્વારા ડીટેઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.