વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામમાં મોટાભાગના વસતા આદિવાસી સમાજના લોકોએ વર્તમાન સમયમાં જે વરસાદ ખેચાઈ જવાના કારણે ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે તેને દુર કરવા માટે પરંપરાગત રીતે નારણદેવની પૂજા-અર્ચના કરી હતી.
Decision News સાથે વાત કરતાં ગામના એક વડીલ જણાવે છે કે સમાજના પૂર્વજો માનતા કે નારણદેવની પૂજા કરવાથી વરસાદ આવે છે. આ ચોમાસાં દરમિયાન ચાલુ સિઝનમાં વરસાદ ખેચાઈ જવાના કારણે ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે ત્યારે આજે અમારા ગામમાં આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજરોજ નારણદેવની પૂજા કરવામાં આવી છે.
વાંસદાના વાંગણ ગામના લોકો દ્વારા ફાળો એકત્ર કરી આ નારણદેવની પૂજા કરાઈ હતી. પૂજામાં નારણદેવને રીઝવવા આદિવાસી ભગતો ધૂણતા અને માણસોએ પગમાં ઘૂઘરૂં બાંધીને નાચગાન કર્યું હતું આ પૂજામાં ગામના વડીલો યુવાનો-યુવતીઓ અને બાળકોએ પણ હાજર રહ્યા હતા

