ઈંગ્લેન્ડની ધરતી ટી-10 કે ટી-20 ક્રિકેટ નહીં પરંતુ 100 બોલવાળી ટૂર્નામેન્ટ આવતાં સપ્તાહથી ક્રિકેટનો નવો ‘અવતાર’ શરૂ થવા જઈ રહ્યો છે. આ ‘ધ હન્ડ્રેડ’ નામની ટૂર્નામેન્ટ પ્રથમ સીઝન 21 જૂલાઈથી શરુ કરવામાં આવશે જેના નિયમો તૈયાર કરી સાર્વજનિક પણ કરી દેવાયા છે.

આ ‘ધ હન્ડ્રેડ’ નામની ટૂર્નામેન્ટ લીગમાં ઘણું બધું બદલાયેલું છે જેમાં મેચની પ્રત્યેક ઈનિંગમાં 100 બોલ ફેંકી શકાશે અને પ્રત્યેક ઓવર પાંચ બોલની રહેશે. જો કે બોલર સતત દસ બોલ પણ ફેંકી શકે છે પરંતુ પાંચ બોલ પૂરા થવા મતલબ કે ઓવર પૂર્ણ થયા બાદ અમ્પાયર પોતાની પાસે રહેલું સફેદ કાર્ડ ઉઠાવીને ઈશારો કરશે કે બોલરના ક્વોટાના પાંચ બોલ પુરા થઇ ગયા છે આ ઉપરાંત પાવરપ્લે 25 બોલનો જ રહશે જે દરમિયાન માત્ર બે ખેલાડી 20 ગજના સર્કલની બહાર રાખવામાં આવશે.

ત્યારબાદ ફિલ્ડિંગ કરનારી ટીમ બે મિનિટનો સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ લઈ શકશે અને ઈનિંગ દરમિયાન તે ગમે ત્યારે ટાઈમઆઉટ લઈ શકશે. જો કે ટાઈમઆઉટ અનિવાર્ય નહીં હોય પરંતુ બેટિંગ કરનારી ટીમ આ માટે કહી શકશે નહીં. બીજી બાજુ ટોસ ડી.જે.સ્ટેન્ડ ઉપર થશે. ધ હન્ડ્રેડ લીગમાં એક બોલર વધુમાં વધુ 20 બોલ ફેંકી શકશે જેમાં તે ચાર વખતમાં પાંચ-પાંચ બોલ ફેંકી શકશે અથવા તો પછી બે વખત 10-10 બોલ ફેંકી શકશે. સતત દસ બોલ ફેંકવાનો નિર્ણય ફિલ્ડિંગ ટીમના કેપ્ટને લેવાનો રહેશે. મેચ દરમિયાન બન્ને ઈનિંગમાં અલગ-અલગ સફેદ કૂકાબુરા બોલનો ઉપયોગ થશે અને એક છેડા પરથી એક વખતમાં 10 બોલ ફેંકવામાં આવશે જેને પાંચ-પાંચના બે ભાગમાં પણ ફેંકી શકાશે. નિયમ પ્રમાણે નો-બોલના બે રન રહશે