દક્ષિણ ગુજરાત: આદિવાસી સમાજ અને તેમાં પણ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સ્થાનિક જિલ્લાઓના જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો આજે પણ કૃષિ અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો જોવા મળે છે. આધુનિક જમાના પણ આ વિસ્તારના આદિવાસી ખેડૂતો ઋતુ આધારિત અને પારંપરિક અને દેશી ઢબથી ખેતી કરતા જોવા મળે છે તેમાં ચોમાસાં દરમિયાન થતી ડાંગરની ખેતીમાં હજુ પણ ડાંગરની વાવણી ,રોપણી, કાપણીનું બળદના મદદથી કરવામાં આવે છે તેના દ્રશ્યો તમને જોવા મળશે.
Decision News તમને ખેતીમાં ઉપયોગ લેવા માટે બળદોને કેવી રીતે તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. આ કામ કરતી વખતે ખેડૂત કેટલી મથામણ કરે છેતેની જાણકારી તમને આપશે.. સૌથી પહેલા ઘાણીએ જેમ બળદને બળદ ફરતો રાખવામાં આવે છે. તેવી જ રીતે જુવાન વાછરડાને તાલીમબધ્ધ કરવામાં ખાસ પ્રકારનું “ગળતું” બનાવવામાં આવે છે. અને તેની વચ્ચે વાછરડો સહન કરે એટલું વજન મૂકવામાં આવે છે. અને યુવાન વાછરડાને જોડીને ગોળ ગોળ હંકારવામાં આવે છે. લગભગ ૧૫થી ૨૦ દિવસની આ (ગળતું) તાલીમ બાદ યુવાન વાછરડાંને ખેતીકામમાં કેળવાયેલ બળદ સાથે “ગીહલું” સાથે જોડવામાં આવે છે. “ગીહલું “જોડે જોડાયેલ બળદો ગમે તેમ ખેંચી લઇ જાય છે. કૃષકે ખૂબ જ ધીરજ પૂર્વક આ કાર્ય કરવું પડે છે. ત્યારે બે-ત્રણ મહિનાની કડાકૂટ ભરી તાલીમ બાદ જુવાન વાછરડો બળદ બને છે. અને ખેતીનાં વાવણી અને રોપણીનાં તથા બળદગાડું જોડવાનાં કામમાં આવે છે.
યોગેશભાઈ Decision News જણાવે છે કે આ કામમાં કુશળ કૌશલ્ય ધરાવતા વહેવલ ગામમાં રહેતા કનુભાઈ પટેલ નામનો ખેડૂત નવી પેઢીને દેશી એટલે કે પરંપરાગત ખેતી વિષે માહિતી આપી ખેતી સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા પૂરી પડી રહ્યા છે તેઓ વધુમાં જણાવે છે કે આદિવાસી સંસ્કૃતિની પરંપરાગત ખેતી એટલે કે દેશી ઢબે કરવામાં આવતી ખેતીની ધરોહર ધીમે ધીમે નાશ થઇ રહી છે યુવાનો આ પળોજણ પાડવા માંગતા નથી જો આ બધી સંસ્કૃતિ આપણે નહિ સાચવીએ તો આવનારા દિવસોમાં આ પરંપરાગત ખેતીની કળા નામશેષ થઇ જશે.











