આજરોજ સવારના 7.30 વાગ્યે મુંબઈનાં ખાર ખાતે આવેલી હિંંદુજા હોસ્પિટલમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું નિધન થયું. અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. દિલીપ કુમારને 30 જૂને મુંબઇની હિન્દુજા હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 98 વર્ષના હતા.
મુંબઈનાં ખાર ખાતે આવેલી હિંંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે બુધવારે સવારે 7.30 વાગ્યે છેલ્લો શ્વાસ લીધો હતો. હોસ્પિટલમાં ડો. પાર્કર તેમનો ઈલાજ કરી રહ્યા હતા. તેમણે જ દિલીપ કુમારનાં નિધનની પુષ્ટી કરી હતી. ત્યાર બાદ તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે અને પરિવાર દ્વારા હાલમાં તેમની અંતિમવિધિની તૈયારી કરવામાં આવી રહી છે
5 જુલાઈનાં રોજ દિલીપ કુમારનાં ટ્વિટર પર દિલીપ કુમારની પત્ની સાયરા બાનો દ્વારા તેના સારા હેલ્થ માટે પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું હતું, જો કે આ ટ્વિટનાં બે દિવસમાં જ દિલીપ કુમારનું નિધન થઈ ગયું હતું. આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને દિલીપકુમારના ચાહકો ભાવવિભોર બન્યા છે.











