ધરમપુર: આજ રોજ ૩ :૦૦ વાગ્યાના અરસામાં ધરમપુરના ભવાડા ગામમાં ગ્રામ પંચાયતના મકાન સાથે એક ઇકો કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પંચાયતના મકાન અને ઇકો કારને તો નુકશાન થયું જ હતું સાથે સાથે ઈકોના ચાલક અને એના સાથી મિત્રોને ગંભીર ઈજા થવા પામી છે.
Decision Newsમળતી માહિતી મુજબ ધરમપુરમાં આવેલા ભવાડા ગામમાં માલ વેચાણ કરવા આવેલા ધરમપુરના વેપારી અશોકભાઈ પુરપાટે પોતાની GJ-15 CH-3314 નંબરની ઇકો કાર હંકારી રહ્યા હતા ત્યારે ભવાડા ગામ પાસે આવેલા વળાંકમાં તેમનાથી સ્ટેરીંગ પર કાબુ ન રહેતાં તેમણે સામે છેડે આવેલા ગ્રામ પંચાયતના મકાન સાથે ભટકાઈ ગઈ હતી ઇકો કારનો આગળનો ભાગ અને પંચાયતના મકાનના ઓટલાને નુકશાન થયું હતું અને ચાલક અને તેના સાથી મિત્ર બંનેને ગંભીર ઈજા થવાથી સારવાર માટે તેમણે ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાલની તાજા વિગત મળ્યા અનુસાર ઇકો કારના ચાલક અને સાથી મિત્ર ખતરાથી બહાર છે ઘટના સ્થળ પર મોજુદ ગામના જાગૃત નાગરિક સુરજભાઈ ગાયકવાડના જણાવ્યા અનુસાર લગભગ ૩૦ જેટલા મુદ્દામાલનું નુકશાન થયાનું કહી શકાય ઘટનાની માહિતી મળતા જ ગામના સરપંચશ્રી ગામના યુવાનો ઘટના સ્થળ પર ભેગા થઇ ગયા હતા.