આજે દુનિયાભરમાં ‘યોગ ફોર વેલનેસ’ની થીમ પર 7મો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. આ કોરોના સામેની લડાઈમાં યોગ આશાનું કિરણ છે મુશ્કેલ સમયમાં તેના પ્રત્યે લોકો વધારે નજીક ગયા છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વના દેશોમાં છેલ્લા દોઢ વર્ષમાં કોઈ પણ મોટા કાર્યક્રમનું આયોજન નથી થયું પણ યોગ પ્રત્યે લોકોનો ઉત્સાહ વધતો ગયો છે ઓછો નથી થયો. PM મોદીએ જણાવ્યું કે હાલના પ્રવર્તી રહેલા કોરોનાના કપરા કાળમાં ‘યોગ ફોર વેલનેસ’ થીમએ લોકોમાં યોગ પ્રત્યેનો લગાવ વધાર્યો છે. આશા કરું છું કે દેશ, સમાજ અને વ્યક્તિ સ્વસ્થ રહે.

મોદીએ પોતાના સંબોધનમાં કોરોના કાળમાં યોગ આત્મબળનું મોટું માધ્યમ, યોગ ઉપર વિશ્વમાં થઇ રહેલા સાયન્ટિફિક રિસર્ચ, કોરોના સામેની લડાઈમાં યોગ બાળકો મદદરૂપ, યોગ એપ, યોગમાં રહેલા દરેક સમસ્યાના સમાધાન વિષે વાત કરી હતી.