ધરમપુર: ધરમપુર તાલુકાના શેરિમાળ ગામે ગ્રામીણ વિકાસને નવી વેગ આપતા વિકાસકાર્યોની નવી શરૂઆત કરવામાં આવી છે. આજ રોજ શેરિમાળ ગામ ખાતે ધરમપુરના માનનીય ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે અંદાજિત 4 કરોડ 355 લાખના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રોડના કામોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ પ્રસંગે ધારાસભ્યશ્રીના હસ્તે કુલ 3 જેટલા મુખ્ય માર્ગોના વિકાસકાર્યોનો પ્રારંભ કરાવાયો હતો, જેની કુલ લંબાઈ અંદાજે 7 કિલોમીટર જેટલી છે. આ માર્ગોના નિર્માણથી સ્થાનિક નાગરિકોને અવરજવરમાં ભારે સરળતા રહેશે અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન તેમજ સંપર્ક વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચશ્રી ઉપસ્થિત અગ્રણીઓ અને ગ્રામજનોએ આ વિકાસકાર્યોને આવકાર્યા હતા. આ માર્ગ સુવિધાઓ ઉપલબ્ધ થવાથી શેરિમાળ ગામ અને આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસને એક નવી દિશા મળશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here