ધરમપુર: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ધરમપુર તાલુકા કક્ષાના ‘કલા મહાકુંભ 2026-27 માં B.R ઇન્ટરનેશનલ સ્કૂલ, ખારવેલની વિદ્યાર્થિનીઓએ પોતાની અદભુત અને પ્રતિભાશાળી કલા રજૂ કરીને શાળા તેમજ સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ધરમપુર તાલુકા કક્ષાની વિવિધ સાંસ્કૃતિક અને કલાત્મક સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોતાની આગવી કલા-પ્રતિભા અને સખત મહેનતના બળે વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિવિધ સ્પર્ધાઓમાં સફળતા મેળવી ટોચના ક્રમાંકો હાસિલ કર્યા છે.
વિદ્યાર્થિનીઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્યશ્રી તેમજ સમગ્ર શિક્ષક ગણે તમામ વિજેતા અને ભાગ લેનાર વિદ્યાર્થિનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.











