ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના હતાનબારી ગામે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક વાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટના સવારના અંદાજે ૧૧ વાગ્યાના આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી ઘટનાની વિગત મુજબ, હતાનબારી ગામના મુખ્ય માર્ગ પરથી વાન પસાર થઈ રહી હતી તે સમયે અચાનક કોઈ કારણોસર તેમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વાનમાં આગ લાગવાની ઘટનાના પગલે સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે માર્ગ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી જતાં અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.











