ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના સીદુમ્બર ગામે જંગલ જમીન ધારકો અને સ્થાનિક ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા જંગલ જમીન બાબતે ખેડૂતોને કરવામાં આવતી હેરાનગતિના વિરોધમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલના માર્ગદર્શન હેઠળ આ બેઠક યોજવામાં આવી હતી.
Decision News મળેલી માહિતી મુજબ આ બેઠક દરમિયાન ખેડૂતોએ વહીવટી તંત્ર દ્વારા થતી મુશ્કેલીઓ અને પોતાની વ્યથા રજૂ કરી હતી. આગામી દિવસોમાં ધારાસભ્ય શ્રી અનંત પટેલ રૂબરૂ આવીને જંગલ જમીન ધરાવતા તમામ ખેડૂતોની વેદના અને પ્રશ્નો સાંભળશે.
આ બેઠકના અંતે કલ્પેશ પટેલ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, ખેડૂતોના હક અને ન્યાય માટે ટૂંક સમયમાં જ ધરમપુર ખાતે ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં જંગલ જમીન મુદ્દે એક વિશાળ અને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.











