વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના નવતાડ, મોટીવાલઝર અને વાંસદાના  ચંપાવાડી વિસ્તારમાં તેમજ ડાંગ જિલ્લાના વઘઇ માં પૂરપીડીતોને વલસાડ- ડાંગના સાંસદ ધવલ પટેલએ મુલાકાત લઈ સ્વહસ્તે પૂરપીડિતોને ફ્રુડકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision news ને મળેલી જાણકારી મુજબ સાંસદ ધવલ પટેલ સમક્ષ વાંસદાના લોકોએ વાંસદા ગ્રામ પંચાયત દ્વારા કાવેરી નદી પાસે મંદિરથી 150 મીટર સુધી પ્રોટેક્શન વોલ બનાવવા તેમજ આંતરિક રસ્તાના નિર્માણ માટે રજૂઆત કરવામાં આવતા સાંસદ ધવલ પટેલે પ્રોટેક્શન વોલ તેમજ આંતરિક રસ્તાઓ બનાવવાની ખાત્રી આપતા જણાવ્યું હતું કે, પુરપીડિતોની પડખે સરકાર છે, કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. પીરપીડિતોને તમામ જરૂરી સહાય પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે સાથે સાથે જેમની પણ દુકાનો ડૂબી હોય એમને સરકાર એક લાખ સુધીની સહાય કરશે. સરકાર પૂરપીડિતોને આ કુદરતી વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવા કટિબદ્ધ હોવાનું જણાવી સાંસદે ગ્રામ પંચાયત અને સેવાભાવી સંસ્થા એ જે પ્રકારે પૂરપીડિતોને પડખે રહી સેવાનું ભગીરથ કાર્ય અદા કર્યું છે. એમની પ્રશંસા કરી આગળ પણ માનવતા ભરી કામગીરી કરે એવી આશા વ્યક્ત કરી હતી

સાંસદે કહ્યું હતું કે, સરકાર તો પૂરપીડિતો માટે જરૂર તમામ સહાયતો કરી જ રહી છે પરંતુ સેવાભાવી લોકો અને ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતના શાસકો એ જે રીતે કામ કર્યું છે. એ ખરેખર પ્રશંસાને પાત્ર છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ, ગ્રામ પંચાયત સરપંચ ગુલાબ ભાઈ પટેલ, સરપંચ એસોના પ્રમૂખ મહેશ ગામીત, બીજેપી અગ્રણી વિરલભાઈ વ્યાસ સહિત હોદેદારો, ચૂંટાયેલા સભ્યો અને ગ્રામ પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here