મુંબઈ: આજના મુંબઈ બધા છાપા જોયા, એક પણ છાપામાં છપાયું નથી કે મુંબઈ હાઈકોર્ટે પોલીસની ધૂળ કાઢી નાખી. ગોદી મીડિયાની કોઈ ચેનલ આવા સમાચાર નહીં ચલાવે તે તો સમજી શકાય, પણ છાપાઓ પણ સાવ નમાલા થઈ ગયા..?
મુંબઈ હાઇકોર્ટ ના જજ માધવ જામદારે ટિપ્પણી કરી હતી કે “BJP મુર્દાબાદ” બોલવાથી કોઈ દેશદ્રોહી નથી બની જતું. મુંબઈ પોલીસે SDPIના નેતા સઈદ અહમદ અબ્દુલ વહીદ ચૌધરીને સરકાર વિરોધી પ્રદર્શનો અને નારાઓના આધારે એક વર્ષ માટે જિલ્લા બહાર તડીપાર કરવાનો આદેશ આપ્યો હતો. મુંબઈ પોલીસનો હુકમ રદ કરતો બોમ્બે હાઈકોર્ટ નો આ નિર્ણય માત્ર એક વ્યક્તિને રાહત આપતો ચુકાદો નથી, પરંતુ લોકશાહી ના મૂળભૂત સિદ્ધાંતો ની પુનઃ સ્થાપના છે.!
સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ માધવ જામદારે સીધો પ્રશ્ન પૂછ્યો:
“નાગરિકોને ભારત સરકારના ગુલામ બનાવી રહ્યા છો? તેઓ વિરોધ પણ ન કરી શકે..?”
“‘BJP Govern ment Murda bad’ અથવા ‘Amit Shah Murdabad’ જેવા નારા લગાવવા બદલ જિલ્લા બહાર તડીપાર શા માટે કરવામાં પડે છે?”
અને જજે યાદ અપાવ્યું કે:
“પોલીસ મુખ્યમંત્રી કે વડાપ્રધાન ની નહીં, પરંતુ જનતાની સેવક છે.”અંતે હાઈકોર્ટે તડીપાર કરવાનો આદેશ રદ કરી દીધો અને સ્પષ્ટ કર્યું કે માત્ર સરકારનો વિરોધ કરવો કે સરકાર વિરુદ્ધ નારા લગાવવા એ કોઈને તડીપાર કરવા માટે કાનૂની આધાર બની શકે નહી. આવી કાર્યવાહી બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનું હનન છે.!
લોકશાહીનો અર્થ માત્ર સરકારના સમર્થનમાં તાળી ઓ પાડવાનો નથી. સરકાર ની ટીકા કરવી,અસહમતિ વ્યક્ત કરવી અને શાંતિપૂર્ણ વિરોધ કરવો પણ એટલો જ બંધારણીય અધિકાર છે. જો સરકારની ટીકા જ ગુનો બની જાય, તો લોકશાહી ધીમે ધીમે ભયના શાસનમાં બદલાઈ જાય.! અદાલતનો આ ચુકાદો સાબિત કરે છે કે સરકાર બંધારણ થી ઉપર નથી, અને નાગરિકો સરકારના ગુલામ નથી.!!











