બારડોલી: તાપી નદી પરના અંદાજે ૭૪ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા હરિપુરા હાઇલેવલ બ્રિજના એપ્રોચ રોડમાં 11 જુલાઈના લોકાર્પણ પહેલાં જ મોટા પાયે તિરાડો પડી જવાની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા અને બ્રિજની બાંધકામની ગુણવત્તા અને સુરક્ષા અંગે સવાલો ઉભા કરી દીધા છે.
બારડોલી તાલુકાના હરિપુરા ગામની સીમમાં આવેલા આ બ્રિજથી કડોદ, કોસાડી, માંડવી સહિત 15 થી વધુ ગામોના લાખો લોકોને લાભ થવાનો હતો. જોકે, એપ્રોચ રોડના બંને તરફ માટી બેસી જવા અને અડધા મીટર સુધીની ઊંડી તિરાડો પડવાથી લોક વિવાદ ઉભો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે બ્રિજના એપ્રોચ રોડના નિર્માણ વખતે જરૂરી કોમ્પેક્શન (માટીનું સંકુચન) ન કરવામાં આવ્યું હોવાથી સામાન્ય વરસાદ અને ભેજમાં જ માટી ધરાશાયી થઈ ગઈ છે. તેમણે માર્ગ અને મકાન વિભાગની દેખરેખના અભાવ અને ઉતાવળમાં કામ પૂરું કરવાને આ મુશ્કેલીનું કારણ ગણાવ્યું છે.
લગભગ ૧,૬૦૦ મીટર લાંબા બ્રિજના અનેક ભાગોમાં અડધા મીટર સુધીની તિરાડો સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ગંભીર બાબત છે.” સ્થાનિકોની માંગ છે કે લોકાર્પણ પહેલાં બ્રિજની સંપૂર્ણ તકનીકી તપાસ અને સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવામાં આવે, જરૂરી હોય તો કામમાં થયેલી ખામીઓ સુધારી ભવિષ્યમાં કોઈ અકસ્માત ન થાય તેની લોકોને ખાતરી આપવામાં આવી જોઈએ. હજુ સુધી આ મામલે વહીવટી તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.











