ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના તલાવ ચોરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કમલેશભાઇ ધરમશીભાઇ દેસાઇ અને પ્રજાજન ગોકુળભાઇ બુધાભાઇ પટેલને 40,000 રૂપિયાની લાંચ લેતા અચાનક ઝડપી પાડવામાં આવ્યા છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ફરિયાદીએ પોતાની જમીનમાંથી માટી કાઢી અન્ય જગ્યાએ લઈ જવા માટે ગ્રામ પંચાયત કચેરીમાં એન.ઓ.સી. (No Objection Certificate) મેળવવા અરજી કરેલી. આ અરજીના કામે એન.ઓ.સી., નકશો તથા પેઢીનામું તૈયાર કરી આપવાના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી. આ વિષયની માહિતી મળતાં સત્તાધીશોએ તપાસ કરી અને લાંચની રકમ સાથે બંનેને ઝડપી પાડ્યા.

આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ જગાવ્યો છે. ગ્રામ પંચાયતોમાં લાંચરચતના વ્યાપ વિશે પ્રજામાં ફરી એક વાર ચર્ચાઓ શરૂ થઈ છે. પોલીસે બંને આરોપીઓ સામે લાંચ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here