ખેરગામ: પ્રાથમિક શિક્ષક અભિયોગ્યતા કસોટી (ટેટ-1) પ્રશ્નપત્રની 17/01/2026 ના રોજ જાહેર થયેલ FINAL ANSWER KEY મા જરૂરી સુધારા સાથે Revised Final Answer Key જાહેર કરવા અંગે રજુઆત તેમજ કટ ઓફ પાસિંગ માર્કસ નીચા કરવાની અમોની માંગણીને પુનઃ દોહરાવવા બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા શિક્ષણમંત્રી અને શિક્ષણસચિવને રજૂઆત કરી હતી.

ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 21/12/2025 ના રોજ આયોજીત TET-1 પરીક્ષાનુ પ્રશ્નપત્ર સિરીઝ A સંદર્ભે જાહેર કરાયેલ ફાઇનલ આન્સર કી માં (પ્ર.પ્રક્ષોમાં) ગંભીર તથ્યાત્મક,પાઠ્યપુસ્તક આધારીત વિસંગતતાઓ જોવા મળેલ છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે છેલ્લા થોડા દિવસોથી શિક્ષણ ભરતીના અનેક ઉમેદવારો દ્વારા પોતાની સાથે થઇ રહેલા અન્યાય બાબતે પોતાની વેદનાઓ અમારી સમક્ષ સામાજિક આગેવાન તરીકે ઠાલવવામાં આવી રહી છે.આ પ્રશ્નો બાબતે ઉમેદવારો દ્વારા સરકારી પાઠ્યપુસ્તકો અને અધિકૃત સ્ત્રોતો આધારીત પુરાવાઓ ઉમેદવારો દ્વારા શિક્ષણવિભાગમાં રજુ કરવામા આવેલ છે.તેના પરથી સ્પષ્ટ થાય છે કે ફાઇનલ આન્સર કી હાલની સ્થિતિમાં યથાવત રાખવામાં આવે તો તે ન્યાયના સિધ્ધાંતો, સમાનતા (Article-14) તથા ન્યાયસંગત પસંદગી પ્રક્રિયાના મુળભુત સિધ્ધાંતોનું ઉલ્લંધન થનાર છે.અરજદારોએ અમોને કરેલ રજૂઆત અનુસાર કેટલાક પ્રશ્નોની વાક્યરચના અસ્પષ્ટ છે,જેના કારણે ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા હતા. વિકલ્પોમાં વિસંગતતા: અમુક પ્રશ્નોમાં એકથી વધુ સાચા જવાબો (Double Answers) આપેલા છે જયારે કેટલાક પ્રશ્નો સિલેબસ બહારના છે. જાહેર કરવામાં આવેલ ફાઇનલ આન્સર કી યથાવત રાખવામાં આવે તો ઉમેદવારોના પરિણામ, મેરીટ યાદી તથા ભરતી પ્રક્રિયા પર સિધી અને ગંભીર અસર પડી શકે છે, જેના લીધે અનેક આશાસ્પદ યુવાનોનું ભવિષ્યમાં બરબાદ થાય એવું સ્પષ્ટપણે જણાય રહ્યું છે.

આથી શિક્ષણમંત્રી અને શિક્ષણસચિવ સમક્ષ અમારી માંગ એ છે કે તજજ્ઞોની કમિટી બનાવી આ પ્રશ્નોનું ફરીથી તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે અને જે પ્રશ્નોમાં ડબલ જવાબ છે અથવા પ્રશ્ન જ ખોટો છે, તેમાં તમામ ઉમેદવારોને ન્યાય મળે તે રીતે ‘ગ્રેસિંગ’ અથવા સાચા વિકલ્પો સુધારવામાં આવે. પ્રશ્નપત્ર સિરિઝ A માટે રજુ થયેલ તમામ પ્રશ્નોનું નિષ્પક્ષ,પારદર્શક મુલ્યાંકન કરવામા આવે અને ખામીયુક્ત પ્રશ્નોમાં યોગ્ય સુધારા અને ગ્રેસ માર્કસ અંગે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે અને TET-1 સિરિઝ A ની Revised Final Answer Key જરૂરી સુધારા સાથે યોગ્ય સમય મર્યાદામાં જાહેર કરવામાં આવે, જેથી ઉમેદવારોના હિતોનું સંરક્ષણ થઇ શકે.

ઉપરાંત તમામ વર્ગના ઉમેદવારો માટે 60% પાસીંગ માર્કસનો અન્યાયી નિયમ છે તે બદલવામાં આવે કારણકે આટલો ઊંચો મેરીટ દર પ્રોફેસર કક્ષાની પરીક્ષાઓમાં પણ નથી રહેતો તો આવો અન્યાય શિક્ષકોની ભરતીમા જ કેમ?શિક્ષકોને બાળકોનું ભણતર બગાડતી ઈતર પ્રવૃતિઓ નહીં સોંપવામાં આવે એવી પણ અમારી તીવ્ર માંગ છે. આખા રાજયના આરક્ષિત,અનારક્ષિત તમામ વર્ગના યુવાનોના જાહેર જનહિતને ધ્યાને લઇ આપશ્રીને અમારી રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લેશો અને નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરશો એવી અમારી માંગ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here