નવસારી: ગુજરાત રાજયના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સાધનો ખરીદી માટેની સબસીડી માટેના નિયમોમાં અચાનક જ ફેરફાર કરી દેતા સાધનો ખરીદી કરી લીધેલ ખેડૂતોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા કારણકે વર્ષ 2024 સુધી ખેડૂતોએ સાધનો ખરીદી લીધા બાદ સબસીડી મેળવતા હતા પરંતુ ગતવર્ષે સરકારે ખેડૂતો માટેના નિયમો બદલી કાઢતા સાધનો ખરીદવા પહેલા પૂર્વમંજૂરી લેવી ફરજીયાત કરી દેતા નવા નિયમોથી અજાણ હજારો ખેડૂતોની હાલત કફોડી બની હતી.

આ બાબત સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી અને ખેરગામના યુવાલીડર સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ સમક્ષ ખેડૂતોએ વેદના વ્યક્ત કરતા વાતને ગંભીરતાથી લઇ ડો.પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને કૃષિવિભાગને રજૂઆત કરીને આ વર્ષ પૂરતા નિયમો સ્થગિત કરવા રજૂઆત કરી હતી. આ બાબતની કૃષિવિભાગના તત્કાલિન અગ્રસચિવ સાથે વિગતે ચર્ચા કરી ડો.નિરવ પટેલે આ વર્ષ પૂરતો જો બદલાવ નહીં લાવવામાં આવે તો ખેડૂતોએ રાતાપાણીએ રડવાની નોબત આવશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું

આ બાબતને ધ્યાનમાં લઇ રાજય સરકારના પ્રતિનિધિ તરીકે અગ્રસચિવ અને ખેતીવાડી વિભાગ દ્વારા સહૃદયતાથી લઇ પરિપત્રમા ફેરફાર કરી આપતા રાજયના હજારો ખેડૂતોએ રાહતનો શ્વાસ લઇ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ પટેલ અને સરકારનો આભાર માન્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here