દિલ્લી: ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનની પસંદગી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં નબીન પ્રકરણ શરૂ થઈ ગયું છે. ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નબીન ઔપચારિક રીતે પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ભૂમિકા સંભાળતા પહેલા, નીતિન નવીન મંગળવારે સવારે દિલ્હીમાં પૂજા અને વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા પહોંચ્યા હતા. દિલ્હીમાં પાર્ટી કાર્યાલય ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો છે. નીતિન નબીનને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષની કમાન સોંપવા માટે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત બીજેપીના દિગ્ગજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નીતિન નબીને પીએમનું સ્વાગત કર્યું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ સંબોધન કરતા જણાવ્યું કે નીતિન નબીન આટલી મહાન પાર્ટીના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. તેઓ બીજેપીને ઘણી આગળ લઇ જશે. તેમણે ઘણા રાજ્યોમાં શ્રેષ્ઠ કામ કર્યું છે. તેઓએ વધુમાં કહ્યું કે મને યાદ છે કે 2024ની લોકસભા ચૂંટણી પછી, વિપક્ષ હરિયાણાની ચૂંટણીમાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતો હતો. તેઓ પરિણામો જાહેર થાય તે પહેલાં જ મીઠાઈ વહેંચવાની વ્યવસ્થા કરી રહ્યા હતા. તેઓ જાણતા ન હતા કે દેશના મતદારો અને હરિયાણાના મતદારોએ વધુ પડતા આત્મવિશ્વાસને કારણે થયેલી નાની ભૂલોને સુધારવાનો નિર્ણય લીધો છે. હરિયાણાની ચૂંટણીમાં તેઓએ બરાબર એવું જ કર્યું. આદરણીય મોદીજીના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં અમે રેકોર્ડ વિજય જોયો છે.











