ચીખલી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનના વિઝનને અનુરૂપ, સ્વસ્થ નવસારી જિલ્લાની જવાબદારી અમારીના નારા સાથે આજે ચીખલી તાલુકાના સેવાડે ખાતે આવેલા માંડવખડક ગામમાં એક વિશેષ સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સરપંચ શ્રી વલ્લભભાઈ તથા ગામના અનેક સ્વયંસેવી કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત ગામના અનેક દુકાનદારોને કચરાપેટીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પગલાંથી ગામમાં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને રસ્તાઓ તથા જાહેર સ્થળો સ્વચ્છ રહે તેવો ઉદ્દેશ છે. આ પ્રસંગે કાર્યકર્તાઓએ દુકાનદારોને સ્વચ્છતાનું મહત્વ, કચરાનું વર્ગીકરણ અને તેના નિકાલની જાણકારી પણ આપી હતી. આ કાર્યક્રમ સાંસદ દિશા દર્શન યોજના અંતર્ગત પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને જાગૃતિનો સંચાર કરવાનો છે.

માંડવખડક ગામના લોકો દ્વારા આ પહેલનું ભરપૂર સ્વાગત કરવામાં આવ્યું છે અને તેઓએ વધુને વધુ સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લીધી છે. આવા કાર્યક્રમો દ્વારા નવસારી જિલ્લો સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here