વાંસદા: હાલમાં જ સ્થાનિક સૂત્ર પરથી તાજા સમાચાર મળી રહ્યા છે કે 7:30 વાગ્યાની આસપાસ વાંસદા ભીનાર ચોકડી પર એક GJ-CG-8510 સ્વીફ્ટ કાર દ્વારા એક પોલીસની GJ-26-A-0243 ઓલ્ટો અને GJ-21-BH-6289 એક બાઈકને અડફેટે લઇ એક ગંભીર અકસ્માતની ઘટના સર્જી છે. બાઈક ચાલકના પગ અને હાથ ભાગી ગયાનું કહેવાઈ રહ્યું છે.
Decision News સાથે વાત કરતા સુત્રએ જણાવ્યું કે વાંસદા તરફથી એક સ્વીફ્ટ ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો તેણે ભીનાર છોકરી પર ઉનાઈ તરફ વળવાનું હતું પણ તેને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા પોલીસના હોમગાર્ડની ઓલ્ટો ગાડી સાથે ટક્કર મારી અને સાથે જ બાજુમાં પોતાની બાઈક લઈને ઉભેલા વ્યક્તિને પણ ટક્કર મારી દૂર ફેકી દીધો હતો. હાલમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. બાઈક ચાલક પાલગભાણ ઉતારા ફળિયા વતની પરેશભાઈ કાન્તુભાઈ પટેલ છે. ઘાયલ પરેશભાઈને વાંસદા સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતની ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ટોળા એકઠા થવા લાગ્યા હતા. ઘટની જાણ થતા જ વાંસદા પોલીસ અને 108 સ્થળ પર આવી પોહચી હતી. સ્વીફ્ટ ચાલકન કારણે ઘણા બધા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. લોકો સ્વીફ્ટ ચાલકને મેથીપાક ચખાડવા તૈયારી દાખવી હતી પણ મામલો હાલમાં શાંત છે.











