ખેરગામ: એકલતાનો લાભ લઇ રીક્ષામા લૂંટ કરનાર ટોળકી ફરી ખેરગામ તાલુકામાં સક્રિય થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ગતરોજ ખેરગામના બહેજ નિશાળ ફળીયાના મોહનભાઇ મણિલાલ પટેલ નામના 65 વર્ષીય મજૂરી કરીને જીવન જીવતા વયોવૃદ્ધને અજાણ્યા રીક્ષાચાલક સહિત 3 ઈસમોએ લુટી લીધા હતા.
ખેરગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા રીક્ષાચાલક સહિત 3 ઈસમો વિરુદ્ધ આપેલી ફરિયાદ મુજબ મોહનભાઇ પોતાની સાયકલ રીપેર કરીને દશેરા ટેકરીથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બપોરે 2 વાગ્યાંના સુમારે લહેરકા ફળીયા પાસે લીલા રંગની રીક્ષામા આવેલ 3 અજાણ્યા ઈસમો દ્વારા આબાજુ દશામાંનું મંદિર ક્યાં છે એવું પૂછી વૃદ્વને આંતરી ઉભા રાખી મંદિરમાં ચડાવવા 1 રૂપિયાની જરૂર છે એમ કરીને રૂપિયા માંગતા મોહનભાઇએ સાયકલ ઉભી રાખી 1 રૂપિયો આપતાં 3 અજાણ્યા ઈસમો દ્વારા એકલતાનો લાભ લઇ ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મોહનભાઇના ખિસ્સામાં રહેલ 1360 રૂપિયા લૂંટી લીધેલ.
આ બાબતે ખેરગામના સામાજિક આગેવાન અને ગ્રામપંચાયત સભ્ય શૈલેષભાઇ પટેલે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખનો સંપર્ક કરતા ડો.નિરવ પટેલે Decision News સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે ખેરગામ પંથકમાં આવી રીતે વયોવૃદ્વની લૂંટએ ખુબ જ ગંભીર બાબત કહેવાય અને પોલીસે આ ઘટનાને ખુબ જ ગંભીરતાથી લઇ ત્વરિત કાર્યવાહી ચોરટાઓને પકડી લઈ કાયદાના પાઠ શીખવાડવા જોઈએ અન્યથા આવી રીતે બેફામ બનેલ ચોરટાઓના લીધે વૃદ્ઘો,મહિલાઓ,બાળકોની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઉભો થશે.આવા ચોરલોકોથી તમામ નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ.











