દાહોદ: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં 6 જાન્યુઆરી, 2026 ના રોજ એક મોટી ઘટના બની છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) ના સ્થાપક આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત્ રીતે દાહોદમાંજિલ્લાના કંભોઈ ગામમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહ દરમિયાન પ્રવેશ કર્યો.
Decision News ને મળેલી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની હાજરીમાં મહેશ વસાવાને પાર્ટીનો ખેસ પહેરયો હતો. મહેશ વસાવાની રાજકીય સફરમાં પહેલા તેઓ BTPમાંથી ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2024માં તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા, પરંતુ માત્ર એક વર્ષમાં જ એપ્રિલ 2025માં તેઓએ ભાજપની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી દીધું. આ રાજીનામા પછી તેઓ રાજકીય દ્વિધામાં હતા – ભાજપમાં પાછા જવું કે BTP ને મજબૂત કરવી. તેમના કેટલાક સમર્થકો આમ આદમી પાર્ટી (AAP)માં જોડાઈ ગયા હતા, જેના કારણે તેઓની દ્વિધા વધુ વધી ગઈ હતી. અંતે, તેઓએ નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસને પસંદ કરી, જેને તેઓના ભવિષ્ય માટે વધુ ઉજ્જવળ તક તરીકે જુએ છે.
આ ઘટના ગુજરાતના આદિવાસી પટ્ટામાં હલચલ મચ્છી જવા પામી છે. મહેશ વસાવા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફથી ડેડીયાપાડા અથવા અન્ય બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, જે AAPના વર્તમાન ધારાસભ્ય ચૈતર વસાવા માટે મોટી ચેલેન્જ બની શકે છે. કોંગ્રેસના નેતાઓએ આને પાર્ટી માટે મોટી સફળતા ગણાવી છે, કારણ કે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસને મજબૂતી મળશે. બીજી તરફ, ભાજપ અને AAPમાં આને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.
મહેશ વસાવાના આ પ્રવેશ પર ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, “મહેશ વસાવા નેશનલ લેવલની પાર્ટીમાં ગયા છે, જે સારું છે. સારું થયું કે તેઓ AAPમાં ના ગયા.” મહેશ વસાવાની લડાઈ મુખ્યત્વે AAP અને તેના નેતા ચૈતર વસાવા સાથે છે. “ચૈતર વસાવાએ AAPમાં રહીને BTPને ખતમ કરી નાખી” એમ તેઓએ કહ્યું.
અનંત પટેલ કહે છે નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારોમાં મહેશ વસાવાના કોંગ્રેસમાં આવવાથી અહીંના રાજકારણ ગરમાવો આવ્યો છે. આદિવાસી લોકો આજે પણ મહેશ વસાવાને ચાહે છે તેમનું કોંગ્રેસમાં સ્વાગત છે અને તેઓ કોંગ્રેસને મજબૂત બનાવવા અથાગ પ્રયત્ન કરશે, અને કોંગ્રેસની વિચારધારા સાથે લોકસેવામાં આગળ વધશે એવો મને વિશ્વાસ છે
ઘણા લોકો કહી રહ્યા છે કે મહેશ વસાવાના આ પગલાને આદિવાસી સમુદાય માટે નવી તક તરીકે જુએ છે, જ્યારે કેટલાક તેને રાજકીય અસ્થિરતા તરીકે વર્ણવે છે. આગામી દિવસોમાં આની અસર સ્થાનિક ચૂંટણીઓમાં જોવા મળશે, જે દક્ષિણ ગુજરાતના રાજકારણને વધુ રસપ્રદ બનાવશે.











