દિલ્લી: વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે હાલમાં જ દિલ્હી સંસદભવન ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના મતવિસ્તાર અને દક્ષિણ ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે રેલવે અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી જે ચર્ચા ફળદાયી નીવડી અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા ધવલભાઈ પટેલને સકારાત્મક ઉકેલની ખાતરી પણ આપવામાં આવી છે.
રેલવે સુવિધાઓ અંગે ચર્ચા અને આભારવર્ષા:
સાંસદ શ્રી ધવલભાઈ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે વલસાડ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશનો પર માળખાકીય સુવિધાઓ વધારવા અને મુસાફરો માટે વધુ ઉપયોગી સવલતો ઉપલબ્ધ કરાવવા બાબતે વિગતવાર રજૂઆત કરી હતી,વધુમાં, વલસાડ રેલવે વિભાગ દ્વારા ભૂતકાળમાં બંધ કરવામાં આવેલા બે રસ્તાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે બદલ શ્રી ધવલભાઈ પટેલે વલસાડની સમગ્ર જનતા વતી કેન્દ્રીય રેલ મંત્રીશ્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયથી સ્થાનિક લોકોની અવરજવરમાં મોટી રાહત થઈ છે
સ્વાસ્થ્ય સેવાઓના વિસ્તરણ અંગે રજૂઆત:
ત્યારબાદ, સાંસદશ્રીએ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી આદરણીય શ્રી જે.પી. નડ્ડાજી સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી, આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો હતો શ્રી ધવલભાઈ પટેલે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા અને લોકોને ઘરઆંગણે જ આધુનિક સારવાર મળી રહે તે માટે ગંભીરતાપૂર્વક ચર્ચાઓ કરી હતી. આ રજૂઆતોને ધ્યાને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રીએ ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને આ પ્રશ્નોનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવાની સાંસદશ્રીને ખાતરી આપી હતી, આમ, સંસદ સત્ર દરમિયાન લોકસભાના દંડક તરીકેની વ્યસ્ત કામગીરી વચ્ચે પણ શ્રી ધવલભાઈ પટેલે પોતાના મતવિસ્તારના વિકાસકામોને પ્રાધાન્ય આપી જનહિતલક્ષી અભિગમ દાખવ્યો છે











