નવસારી: આજરોજ વાંસદા તાલુકાના ભીનાર ગામે DGVCL ના વીજતારની ચોરીનો મામલો ઝડપાયો બાદ વાંસદા પોલીસ સ્ટેશનના અનઆર્મ્ડ કોન્સ્ટેબલ નરસિંહભાઈ શંકરસિંહની ઉત્કૃષ્ટ કામગીરીને પોલીસ IG શ્રી પ્રેમવીર સિંહ (IPS)એ વિશેષ પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા છે.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ સન્માનપત્ર, ભીનાર ગામે વીજતાર ચોરીની ફરિયાદ DGVCL દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. કોન્સ્ટેબલ નરસિંહભાઈએ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સ્થાનિક સ્તરે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને ચોરેલા વીજતાર સહિત ઝડપી પાડ્યા હતા. આ ઉત્તમ કામગીરી બદલ IPS શ્રી પ્રેમ વીર સિંહે વ્યક્તિગત રીતે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને કોન્સ્ટેબલ નરસિંહભાઈને પ્રશંસાપત્ર એનાયત કર્યું હતું
આ સાથે સાથે ગુજરાત પોલીસ વિભાગની છબી ઉજ્જવળ રાખવા તેમજ રાષ્ટ્રહિતમાં આવી જ નિષ્ઠા સાથે સેવા આપતા રહે તેવી શુભેચ્છા પણ તેમને પાઠવી હતી. આ પ્રસંગે વાંસદા પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











