નવી દિલ્હી: ભારત સરકારના આદિજાતિ મંત્રાલયના નેજા હેઠળ રાષ્ટ્રીય આદિવાસી સંશોધન કેન્દ્ર, નવી દિલ્હી દ્વારા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય વીર બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતિ વર્ષ અનુસંધાને યોજાયેલ રાષ્ટ્રીય “આદિવાસી સાહિત્ય મહોત્સવ” નું નવી દિલ્હી ખાતે ૧૧-૧૨ નવેમ્બરે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી જાણીતા કવિ-લેખક કુલીન પટેલને પણ આ સાહિત્ય મહોત્સવમાં નિમંત્રિત કરાયા હતા.

આ પ્રસંગે ઉદ્દઘાટન રાજ્યસભાના સાંસદ અને ઈતિહાસકાર એવા મિનાક્ષી જૈનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાહિત્યોત્સવ દરમિયાન મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર, શ્રીમતી રંજના ચકમા (સચિવ, આદિજાતિ મંત્રાલય), શ્રી આશુતોષ અગ્નિહોત્રી (ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, FCI), પ્રો. બી. વી. શર્મા (નિયામક, ASI), શ્રી અનંત પ્રકાશ પાંડે (સંયુક્ત સચિવ, આદિજાતિ બાબતો મંત્રાલય) અને પ્રો. નુપુર તિવારી (નિયામક, NTRI) સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાંથી જાણીતા કવિ-લેખક કુલીન પટેલને પણ આ સાહિત્ય મહોત્સવમાં નિમંત્રિત કરાયા હતા. કુલીન પટેલ પોતાની જન્મભાષા ધોડીઆ ઉપરાંત ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં કવિતાઓ, વાર્તા તેમજ લેખો લખીને દક્ષિણ ગુજરાતની આદિવાસી ધરાના જીવન સાહિત્યને દુનિયા સમક્ષ મૂકતા આવ્યા છે. ધોડીઆ ભાષા અંગે એમણે વિશેષ રીતે કામ કરીને સાહિત્ય જગતમાં એક ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું છે., ધોડીઆ ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકી આપવા બાબતે કુલીન પટેલની કામગીરીના પ્રતાપે ધોડીઆ આદિવાસી સમુદાયની ઓળખ વિશ્વ સમક્ષ પ્રસ્તુત થઈ છે.

નેશનલ ટ્રાઈબલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ, નવી દિલ્હી આયોજીત સ્વાતંત્ર્ય વીર બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતિ વર્ષ ઉજવણી વેળાએ ઈન્ડિયા હેબિટેડ સેન્ટર ખાતેના આદિવાસી સાહિત્ય સંમેલન દરમિયાન કુલીન પટેલ દ્વારા પોતાની જન્મભાષા ‘ધોડીઆ’ માં કવિતા પ્રસ્તુત કરીને વર્તમાન ધોડીઆ ભાષા-સાહિત્ય પ્રવૃત્તિ અંગેની માહિતી રજુ કરતાં “અનુવાદ એજ રૂપાંતર: આદિવાસી સાહિત્યને વૈશ્વિક સ્તરે પહોંચાડવું” તે અંગે ચર્ચા કરતાં ઉપસ્થિત વિદ્વાન સાહિત્યકારો તરફથી સરાહના પ્રાપ્ત કરી હતી. આ થકી દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દાદરા, નગર-હવેલી અને દમણ વિસ્તારમાં બોલાતી ધોડીઆ ભાષા અને તેના લોક સાહિત્ય તેમજ સમકાલીન સાહિત્યને દેશભરના અન્ય પ્રદેશોમાં તેમજ દુનિયાભરમાં સ્થાન મળે તે પ્રયાસને વેગ પ્રાપ્ત થયો છે. તેમણે હાજર સાહિત્ય રસિકો સમક્ષ દક્ષિણ ગુજરાતનું આદિવાસી જીવન દર્શાવતા મુદ્દાઓ અંગે વિશિષ્ટ છણાવટ કરીને ધોડીઆ આદિવાસી સમુદાયની સાંસ્કૃતિક -સાહિત્યીક લાક્ષણિકતાઓ દેશ-દુનિયા સમક્ષ મૂકી આપી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here