કપરાડા: વલસાડ કપરાડાના આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ લઈ આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ નાગરિકોને તેમના ઘર આંગણે મળી રહ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કપરાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે TB ના નિદાન માટે 9.50 લાખના ખર્ચે અત્યાધુનિક ટ્રુ નાટ મશીનની સુવિધા કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે જેનુ ઈ-લોકાર્પણ અને 413.34 લાખના 13 જેટલા ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત અને 222.74 લાખના ખર્ચે 7 જેટલા ચેકડેમ કમ કોઝવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે આયુષ્યમાંન કાર્ડ, શૌચાલય,પી.એમ.કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે. મંત્રી એ વિવિધ યોજનાના લાભારથીઓને મંજૂરીના, સહાયના ચેક અને મંજૂરી પત્રકો અપાયા હતા.

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001 માં ગુજરાતની શાસન ધૂરા સંભાળી વિકાસ ગાથાની શરૂઆત કરી હતી તેના 24 વર્ષ પૂર્ણ થયા છે,તે નિમિત્તે રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આજે ગુજરાતમાં છેવાડાના નાગરિક સુધી રસ્તા, પાણી અને વીજળી સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ થઈ છે. છેવાડાના આદિમજૂથ સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચ્યા છે.કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ હેમંત કંસારા, ડી.ડી.ઓ, કપરાડા તાલુકાના અધિકારીઓ, સરપંચો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here