ઝઘડિયા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઓલ ઈન્ડિયા સિનિયર મહિલા 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જેમાં બિહાર અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની ટીમ વચ્ચે 20-20 ક્રિકેટ મેચ યોજાઇ હતી.અનેકો પ્લેયરોએ ભાગ લીધો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ આ ક્રિકેટ મેચમાં ઝઘડિયા તાલુકાના બલેશ્વર જેવા નાના ગામમાંથી આવતી મુસ્કાન વસાવા પણ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી રમી રહી હતી અને આ મેચમાં મુસ્કાન વસાવાએ ઘાટક ગેદબાજી કરી હતી જેમાં 4 ઓવરમાં 12 રન આપી 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. જે બદલ મુસ્કાન વસાવાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
આ યોજાયેલી 20-20 મહિલા ક્રિકેટ મેચમાં બિહાર ટીમે પ્રથમ દાવ લેતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 79 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ટીમે 15.1 ઓવરમાં જ 2 વિકેટ 80 રન બનાવી મેચ જીતી લીધી હતી. જેમાં ગુજરાત તરફથી સિમરન 29 રન નોટ આઉટ અને રેણુકા ચૌધરીએ 23 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.











