વલસાડ: વલસાડ જિલ્લામાં ત્રણ તાલુકાઓનું વિભાજન કરીને નાનાપોંઢા નવો તાલુકો બનાવવામાં આવ્યો છે. આ નવા તાલુકામાં 49 ગામોનો સમાવેશ થાય છે અને તાલુકા પંચાયતની અંદાજે 18 બેઠકો રહેવાની સંભાવના છે. રાજ્ય સરકારે તાજેતરમાં રાજ્યભરમાં 17 નવા તાલુકાઓ અને તેમના વડામથકોની જાહેરાત કરી હતી, જેમાં વલસાડનો નાનાપોંઢા તાલુકો પણ સામેલ છે.
નાનાપોંઢા તાલુકાના નિર્માણ માટે વલસાડ જિલ્લાના કપરાડા, વાપી અને પારડી તાલુકાના ગામોનું વિભાજન કરવામાં આવ્યું છે. કપરાડા તાલુકા પંચાયતની 10 બેઠકો હેઠળના 29 ગામો, વાપી તાલુકા પંચાયતની 6 બેઠકો હેઠળના 13 ગામો અને પારડી તાલુકાની 2 બેઠકો હેઠળના 7 ગામોનો સમાવેશ નવા નાનાપોંઢા તાલુકામાં કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા નાનાપોંઢા તાલુકાની અનાનવા તાલુકાના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી મળી રહે તે છે.
અરજદારોને જુદા જુદા વિસ્તારોમાં ધક્કા ન ખાવા પડે તે માટે તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને સ્ટાફ ક્વાર્ટર્સ માટે જગ્યા ફાળવવામાં આવી છે, જ્યાં નવી ઇમારતો બનાવવામાં આવશે.રાજ્યમાં જાહેર કરાયેલા 17 નવા તાલુકાઓમાં વલસાડ જિલ્લા પંચાયતની ટીમ દ્વારા એડવાન્સ કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. રાજ્ય કક્ષાએથી તાલુકા પંચાયતની બેઠકોનું રિઝર્વેશન અને અન્ય વિગતો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.મત બેઠકોની જાહેરાત કરવામાં આવશે, ત્યારબાદ સીમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.











