ચીખલી: આજ માંડવખડક ગામના ડુંગરપાડા ફળિયાના અમિતભાઈ ગંજજુંભાઈ નામના યુવાને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવતા જે ગામમાં આપઘાત પાછળના કારણોને લઈને તર્ક વિતર્ક ચર્ચાનો વંટોળ ફરી વળ્યો છે.
Decision News ને મળેલી માહિતી માંડવખડક ગામના અમિતભાઈ વાંસદા ખાતે રંઘુવંશી ઓટો એજન્સીમાં નોકરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા તેમના પત્ની સાથે બે બાળકોનો તેમનો પરિવાર છે ત્યારે તેમની આત્મહત્યાના કારણે બંને બાળકોના માથેથી બાપનું આશરો છીનવાયો છે. આ આપઘાત પાછળ શું કારણ હતું તે તપાસનો વિષય છે પણ સ્થાનિક લોકચર્ચા છે કે એજન્સીના રૂપિયાનું દબાણ હોવાનું કહેવાય રહ્યું છે.
લોકચર્ચા છે કે રઘુવંશી એજન્સી દ્વારા એમના પર રૂપિયા આપવા માટેનું દબાણ કરવામાં આવી રહ્યુ હતું. ન્યૂઝ પેપરના પાને પણ અહેવાલ છાપી તેમને બદનામ કરવામાં આવ્યો હતો જેના કારણે બદનામ થઈ ગયેલા અમિતભાઈએ આ પગલું ભર્યું હોવાનું જણાવે છે. હવે આ કેસમાં પોલીસ તપાસ થાય તો સત્ય બહાર આવશે એવું લોકો કહી રહ્યા છે.

