ચીખલી: થોડા સમય પહેલાં ચીખલી તાલુકાના મલિયાધરા, બારોલીયા, તલાવચોરા, તેજલાવ, બામણવેલ સહિતના વિવિધ ગામોમાં આવેલ ભારે ચક્રવાતમાં 3500 જેટલાં ઘરો તબાહ થયા હતાં જેમાં હેમંત પટેલ,તરલ પટેલ ગણદેવા સરપંચ સહિતના આદિવાસી આગેવાનો દ્વારા ગોલવાડ અને તેજલાવમાં 300 જેટલાં પતરાઓ અને ગતરોજ પણ તલાવચોરા ગામમાં પતરા આપવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત આદિવાસી આગેવાનો મુકેશ તીઘરા, મિન્ટેશ વાડ, ઉમેશ કોન્ટ્રાકટર, નરોતમ મોગરાવાડી, ભીખુભાઇ સારવણી અને એમની ટીમ દ્વારા સ્થાનિક પીડિત લોકોને મદદરૂપ થવા શ્રમદાન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. જેમાં વયોવૃદ્વ વડીલોને અને દિવ્યાંગોને વિનામુલ્યે પતરા ફિટ કરી આપવાની કામગીરી કરવામાં આવશે અને આ કામગીરીમાં નવસારી કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ તેમજ ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ તેમજ બારોલિયા ગામના સરપંચ અને આનંદભાઈ સહિતના ગ્રામપંચાયતના સભ્યોએ દ્વારા પણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી.

વલસાડના વકીલ અને રણભૂમિના પ્રમુખશ્રી કેયુર પટેલે શનિવારથી સર્વે શરૂ કરી જરૂર અનુસાર પતરા તેમજ જરૂરી સામગ્રી વહેંચી આપવાની બાંહેધારી આપી હતી. નવસારી રેડક્રોસના ભીખુભાઇ અને સુરત પુના પીએસઆઈ દિપીકાબેન પટેલ અને સેવાભાવી સંસ્થાઓ ધી કીડીના પ્રમુખશ્રી દ્વારા તાડપત્રી,ડોલ, ચાદર,મેડીક્લ કીટ અને અનાજ કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચીખલી, મહુવા, વાંસદા અને આહવા એમ કુલ ફક્ત 4 તાલુકાઓમાં આવેલ ચક્રવાત અને પૂરમાં તંત્ર તાત્કાલિક સહાય આપવામાં સદંતર નિષ્ફ્ળ નીવડ્યું છે. જે સ્થાનિક લોકો માટે ભારે હતાશાજનક અને આક્રોશ પેદા કરનાર બાબત છે. સરકારે લોકઆક્રોશ ઠારવા તાત્કાલિકપણે સહાય ચૂકવવી જોઈએ અને વિપદામાં ફસાયેલાં લોકોને સાંત્વના આપવી જોઈએ. લોકોના ઘરોની મુલાકાત લેતા તબહીના ભયાવહ દ્રશ્યો દેખાયા અને ચીકુવાડી તેમજ ઉભો પાક સદંતર સાફ થઇ ગયેલો જોવા મળ્યો અને વિશાળકાય વૃક્ષો ધરાશયી થયેલ જોવા મળ્યા.આશા રાખું છું કે સેવાભાવી સંસ્થાઓ પીડિતોને બધી જ મદદ પૂરી પાડી દે તે પહેલા ફરજના ભાગરૂપે તાત્કાલિક સહાય પૂરી પાડી પોતાનું ઉત્તરદાયિત્વ પુરુ કરે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here