નવસારી: નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર ધર્મ તથા સત્યની જીતના પ્રતિકરૂપે ભવ્ય રીતે ઉજવાયો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સિકૂઇ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ ઐતિહાસિક રાવણ દહન પ્રસંગે શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ અંદાજે 4000 જેટલા નાગરિકોએ ઉપસ્થિત રહી ધર્મના વિજયનું આ અનોખું દ્રશ્ય નિહાળ્યું હતું.રાવણ દહન બાદ ઝગમગતી આતશબાજીથી સમગ્ર આકાશ ઉજ્જવળ થઈ ઉઠયું. નવસારીના ઇતિહાસમાં સૌપ્રથમવાર આટલી ભવ્યતા સાથે યોજાયેલા આ કાર્યક્રમને શહેરજનોએ યાદગાર બનાવ્યો હતો.
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત વિજયા દશમિના દિવસે રાવણ અને કુંભકર્ણ અને મેઘનાથનું પુતળુ બનાવી લુન્સિકૂઅ મેદાનમાં શહેરીજનોની ઉપસ્થિતિ વચ્ચે પુતળાઓનું દહન કરતા શહેર ઝગમગી ઉઠયું હતું. લોકોએ દહન વખતે ચિચીયારી પણ પાડી હતી.

