નવસારી: નવસારી જિલ્લામાં સંભવતઃ પ્રથમ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવાયેલ નડોદ-સિમળગામનો રોડ ચોમાસામાં ભારે વરસાદમાં તૂટ્યો નથી. આમ તો ચોમાસાની મોસમમાં ડામર તો ઘણાં તૂટી ગયા છે. જોકે ઉનાળા અગાઉ બનાવાયેલ 3.5 કિલોમીટરનો નડોદ-સિમળગામ માર્ગ તૂટ્યો નથી.
Decision News ને મળતી માહિતી મુજબ આ રોડ અન્ય માર્ગોની જેમ ડામરરોડ નથી. આ માર્ગ પ્લાસ્ટિક વેસ્ટ મિક્સ ડામર રોડ બનાવાયો હતો. મળતી માહિતી મુજબ ભોપાલ તથા અન્ય જગ્યાએથી પ્લાસ્ટિક વેસ્ટ મટિરિયલ ડામર સાથે મિક્સ કરી માર્ગ બનાવાયો છે.
મહત્વની બાબત એ છે કે ચોમાસુ ગયું પણ રોડ તૂટ્યો નથી અને પર્યાવરણલક્ષી પણ છે,જે પ્રકારનો જિલ્લાનો પ્રથમ રોડ બન્યો છે. માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મનીષ પટેલે આ માર્ગને ટકાઉ,પર્યાવરણલક્ષી ગણાવી લાંબા ગાળે ખર્ચમાં પણ રાહત આપે તેવો ગણાવ્યો હતો.

