ડાંગ: સમગ્ર ગુજરાતના જંગલો કંઈકને કંઈક નવીન જોવા મળતું હોય છે ત્યારે ડાંગ જિલ્લાના જંગલમાં પ્રથમવાર બાયો લ્યુમિનેશન નામક ફંગસ જોવા મળી છે. આ ફંગસ મોટા ભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. ફંગસ રાતે રેડિયમની જેમ ચમકે છે અને દિવસે સામાન્ય મૂળિયા જેવી દેખાય છે.

સામાન્ય રીતે ફંગસના ઘણા બધા પ્રકાર હોય છે. તે પૈકી અમુક ફંગસ ખૂબ ઓછી જોવા મળે છે, તેમાં એક છે બાયો લ્યુમિનેશન ફંગસ. આ ફંગસ મોટાભાગે દક્ષિણ ભારતના રાજ્યો ગોવા, તમિલનાડુ, કેરલમાં જોવા મળે છે. આ ફંગસ ડાંગના જંગલમાં જોવા મળી છે. તાપી જિલ્લાના સોનગઢના સરકારી કચેરીનો કર્મચારી યુવાન સૌરભ ડાંગમાં ફોટોગ્રાફી કરતો હતો, ત્યારે એક નાની વનસ્પતિનો ફોટો લીધો હતો. જે દિવસ-રાતે કંઈક રંગમાં જણાતી હતી.

વનસ્પતિ અંગે બોટનીના પ્રોફેસર પાસે માહિતી મેળવી રીસર્ચ કર્યા બાદ આ વનસ્પતિ સામાન્ય નહી પણ બાયો લ્યુમિનેશન નામક ફંગસ હોવાની ઓળખ થઈ હતી.બાયો લ્યુમિનેશન દિવસે સામાન્ય મૂળિયા જેવી દેખાય છે. પણ રાતે તે રેડિયમની જેમ ચમકે છે. આ ફંગસ ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર જોવા મળી રાતે રેડિયમની જેમ ચમકતી બાયો લ્યુમિનેશન ફંગસ છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણના રાજ્યોમાં આ અજાયબ ફંગસને જોવા માટે સહેલાણીઓ ઉમટે છે. હવે ડાંગના જંગલમાં લ્યુમિનેશન ફંગસ જોવા મળતા પ્રકૃતિપ્રેમીઓ અને સહેલાણીઓ ઉમટે તેવી શક્યતા છે.