સાપુતારા: સાપુતારામાં મોડી રાતે સુરતના પ્રવાસીઓની કાર ટેબલ પોઈન્ટ પર ચડતા સમયે અચનાક રિવર્સ થવા લાગી હતી. તે દરમિયાન કાર રોડની સાઈડની રેલિંગ તોડીને આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો.
સુરત જિલ્લાના રાજેશભાઇ જયંતીભાઇ ખીલોટીયા તેમના પરિવાર સાથે GJ-05-JE-7834 નંબરની અર્ટિગા કારમાં ફરવા માટે સાપુતારા આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ ટેબલ પોઇન્ટ ખાતે ફરવા જઈ રહ્યા હતા ત્યારે કાર પર અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. કાર ખસકતી ખસકતી સીધી જ રસ્તાની સાઇડમાં બનાવેલી રેલિંગ તોડી આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી.

