ઉમરપાડા: વિધાર્થી જીવનમાં ગુરુ પ્રત્યે નો પ્રેમ હર હંમેશા અતુટ રહેતો હોય છે, ત્યારે ૨ માસ પહેલા પોતાના આદર્શ અને ગુરુ તરીકે માનતા મોન્ટુ સર ( મનમોહનસિંહ યાદવ ) જેઓ ધણા વિધાર્થીઓના જીવનમાં જીવનની રોશની પાથરી છે. ઉમરપાડા તાલુકાના વાડી ગામના વિજય વસાવા જેઓ વાડી થી રનીંગ કરતા કરતાં 17 કિ.મી નેત્રંગ મળવા માટે ગયાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે.
વિજય વસાવા એ કીધું હું મને સરકારી શિક્ષકનો ઓર્ડર મળશે તો વાડી થી નેત્રંગ સુધી રનિંગ કરતા મળવા આવીશ તો તેમને ઓર્ડર મળ્યો અને ૧ માસ પુર્ણ થયો આજે વિજય વસાવા એ તેનું જીવનનું બહુ મુલ્ય સપનું સેવ્યું હતું તે ખરાં અર્થમાં પુર્ણ કર્યું તેમણે વિષે કિધું મારા જીવનમાં એના બીજું શું હોય શકે !!!
વિજય વસાવા હાલમાં ઉમરપાડા તાલુકાના બલેઠી (ઝંખવાવ) ખાતે હાલ ગ્રાન્ટ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાં છે. આજના આધુનિક સમયમાં ગુરુ શિષ્ય તરીકે આંતરીક ભાવનાનું દર્પણ ખરા અર્થમાં ચરિત્ર થાય છે.

