વલસાડ: કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા કોંગ્રેસ દ્વારા સુઝન સંગઠન નામે શરૂ થયેલા પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત નવા હોદ્દેદારોની નિમણૂક અને સંગઠનને મજબૂત માટે સેન્સ પ્રક્રિયા લેવા કપરાડા ખાતે વ્યારાના માજી ધારાસભ્ય પુનાજી ગામીત અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, ડાંગ આગેવાન ગૌતમભાઈની ઉપસ્થિતિ વચ્ચે બેઠક યોજાઈ હતી.
આવનારી તાલુકા જિલ્લા પંચાયત અને વિધાનસભા ચૂંટણીઓ અંતર્ગત ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કિશન પટેલ, પૂનાજી ગામીતે સંગઠનને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું. તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે માજી પ્રમુખ હરેશ પટેલ, તા.પં. વિરોધ પક્ષ નેતા ઈશ્વર તુમદા, ઉપપ્રમુખ મધુ સરનાયકે દાવેદારી નોંધાવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાલે જે-તે તાલુકા કોંગ્રેસ હોદ્દેદારોની નિમણૂક માટે ઉમેદવારોની નામાવલી સાથે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રસંગે કપરાડા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો.











