કપરાડા: ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર અને જિલ્લા મહિલા અને બાલ અધિકારી કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે આજરોજ કપરાડા ખાતે આયોજિત “મહિલા જાગૃતિ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું.
કપરાડાના વિકાસશીલ પ્રવૃતિઓમાં હંમેશા આગળ રેહનાર કપરાડાના આદિવાસી ધારસભ્ય જીતુભાઈ ચૌધરી આ મહિલા જાગૃતિ શિબિર” ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સંબોધન કરતાં જણાવ્યું કે આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની બહેનોને તેમના અધિકારો, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભર બનવા માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે જાગૃત કરવા આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દક્ષાબેન ગાયકવાડ, તાલુકા પંચાયત સદસ્યશ્રી ધાયત્રીબેન ગાયકવાડ, કપરાડા સરપંચશ્રી શાંતિબેન મુહુન્ડકર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

