ડાંગ: એઆઈસીસી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના અનુસંધાનમાં “સંગઠન સૃજન અભિયાન” ની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે અને સફળતાપૂર્વક શહેર જિલ્લા પ્રમુખશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતિ મુજબ આ જ રીતે દરેક જિલ્લામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની પસંદગીની પ્રક્રિયા અને સંગઠનની સમીક્ષા અર્થે જિલ્લાવાર સંગઠન સૃજન અભિયાન કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જેમા ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા તાલુકા, વઘઈ તાલુકા અને સુબીર તાલુકાના પ્રમુખના ઉમેદવારો અને દાવેદારોને સેન્સ લેવામાં આવેલ હતા.
ગુજરાત પ્રદેશ સમિતિના ઓબઝર્વર તરીકે નિઝર વિધાનસભાના માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામિત અને તાપી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ રાજેશભાઈ ગામીત અને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેલભાઈ ઠાકરેની આગેવાની હેઠળ ડાંગ જિલ્લાના પૂર્વ પ્રમુખો અને હોદ્દેદારો અને કાર્યકરો અને સરપંચો અને તાલુકા જિલ્લાના ચૂંટાયેલા સદસ્ય ની ઉપસ્થિતિમાં સંગઠન સૃજનની મીટીંગ આહવા અને વઘઈ ખાતે લેવામાં આવેલ અને ડાંગ જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરવા માટે તમામ કોંગ્રેસ કાર્યકર્તા આગેવાનો અને હોદ્દેદારોએ આવનાર તાલુકા જિલ્લાની ચૂંટણી માટે એક થઈ કામગીરી કરવા માટેના સંકલ્પ લીધો

