ઝારખંડ: આજરોજ ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ઝારખંડ મુક્તિ મોરથા (JMM) ના અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી શિબુ સોરેનનું નિધન થયું છે. મુખ્યમંત્રી હેમંત સોરેને પોતે તેમના પિતાના અવસાનની પુષ્ટિ કરી છે.
Decision News એ મેળવેલ માહિતી મુજબ 85 વર્ષીય શિબુ સોરેન છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા. જુલાઇના છેલ્લા અઠવાડિયામાં કિડની સંબંધિત સમસ્યાઓના કારણે તેમને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની તબિયત નાજુક હતી અને ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યા હતા. હેમંત સોરેને ટ્વીટ કરતા કહ્યું કે आदरणीय दिशोम गुरुजी हम सभी को छोड़कर चले गए हैं। आज मैं शून्य हो गया हूँ.. ગુરુજી તરીકે હતા પ્રખ્યાત શિબુ સોરેનના નિધનથી ઝારખંડના રાજકારણમાં એક મોટી ખોટ પડી છે.
તેઓ રાજ્યના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક હતા અને આદિવાસી સમાજનો મજબૂત અવાજ બની રહ્યા હતા. તેમને ઝારખંડમાં લોકો પ્રેમથી ‘ગુરુજી’ તરીકે ઓળખતા હતા. ત્રણ વખત બન્યા હતા મુખ્યમંત્રી ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક નેતાઓમાંના એક તરીકે, શિબુ સોરેને આદિવાસી અધિકારોની લડાઈમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમણે અલગ ઝારખંડ રાજ્યની સ્થાપના માટેના આંદોલનનું નેતૃત્વ કર્યું અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા હતા.સમગ્ર ઝારખંડમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

