ડાંગ: ડાંગ જીલ્લામાં બહારથી આવેલા વેપારીઓ પંચાયતના પ્રમુખ બની શકતાં નથી તેની ચિંતા કરી સાંસદ ધવલભાઈ પટેલ આહવાને નગરપાલિકા બનાવવાં ભલામણ કરી રહ્યાં છે. જેથી આદિવાસી વિસ્તારમા નગરપાલિકા બનાવી બહારથી આવેલ વેપારીઓને નગર પાલિકા પ્રમુખ બનાવી શકાય..
ગામ પંચાયત જ્યાં સુધી છે ત્યાં સુધી તેનો સરપંચ માત્ર આદિવાસી જ બનશે પરંતુ નગરપાલિકા બનતાં તેનાં પ્રમુખ બહારથી આવેલ કોઈ વેપારી પણ બની શકે છે. બહારથી વેપાર કરવા આવેલ વેપારી આ આહવાને વેંચી મારશે. આદિવાસીનો જમીનો લુંટવામા આવશે.. આથી સાંસદને વિનંતિ કરું છું કે આહવાને ગામ પંચાયત જ રહેવા દો.. જો આહવાના વિકાસ માટે સાંસદે માંગ કરવી હોય તો તમે સરકાર પાસે આહવા માટે વિશેષ બજેટની માંગ કરે. નગરપાલિકાની માંગ કરવી એટલે આદિવાસીઓનાં બંધારણીય અધિકારો ખતમ કરવા બરાબર છે.
ડાંગ વલસાડના સાંસદને બહારથી ડાંગ જીલ્લામાં આવેલ વેપારીઓ પણ આવનારા સમયમા નગરપાલિકાનાં પ્રમુખ બની શકે તેની ચિંતા છે પરંતુ તેમની જ BJP સરકારે ડાંગ જિલ્લાની 14 આદીવાસી છાત્રાલયો બંધ કરી 750 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે એની ચિંતા નથી.. ડાંગમાં આરએસએસની શાખાઓ ખોલવા માટે 14 જેટલી આદિવાસી વિદ્યાર્થીઓની હોસ્ટેલો બંધ કરી દેવામાં આવી. જે અંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી છતાં તેઓ સરકારમાં રજૂઆત કરતા નથી. કેમ?
સાંસદ ધવલભાઇ પટેલને ભારતીય બંધારણ અનુચ્છેદ 243 ZC વિશે જાણકારી નહીં હોવાના લીધે તેઓએ અનુસુચિત આદિજાતિ વિસ્તારની આહવા ગામ પંચાયતને નગરપાલિકામાં પરિવર્તિત કરવા માટેની ગેરબંધારણીય રજૂઆત કરેલ છે.. જેનો ગુજરાતનો સમગ્ર આદિવાસી સમાજ વિરોધ કરે છે..જે સમાજમા જન્મ લો છો જેના વોટ થી સાંસદ બનો છો તેને તો વફાદાર રહો.. તમે બધા BJP નાં રાજકિય નેતાઓ પાર્ટીના ગુલામ બની આપણાં જ આદિવાસી સમાજનો સત્યાનાશ કરવા હાથા કેમ બનો છો..?

