સુરત: આજરોજ સુરતના પાંડેસરામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર હિમાંશુ યાદવ નામના યુવકે ઝાડી-ઝાંખરામાં લઇ જઈ જબરજસ્તીથી દુષ્કર્મ આચરી લોહી લુહાણ કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

DECISION NEWS ને પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુરતના પાંડેસરામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના પાડોશમાં જ રેહતા હિમાંશુ યાદવ નામના યુવકે લલચાવી- ફૂસલાવી ઝાડી- ઝાંખરામાં લઇ જઈ જબરજસ્તીથી દુષ્કર્મ આચરી લોહી લુહાણ કરી નાખી હતી વિધાર્થીની બુક લેવા માટે જઈ રહી હતી ત્યારે આ ઘટનાને યુવકે અંજામ આપ્યો હતો આ જ સ્થિતિમાં જ્યારે દીકરી ઘરે ગઈ ત્યારે માતા પિતા પૂછતા દીકરીએ ડર ના કારણે ‘માસિક’ આવ્યાના કારણે આ સ્થિતિ થઇ હોવાનું દીકરીએ જણાવ્યું હતું.

પણ જ્યારે દીકરીને માતા પિતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યારે તબીબે દીકરી સાથે દુષ્કર્મ થયાનું જણાવ્યું હતું અને ત્યારબાદ આખી ઘટના સામે આવી હતી બાદમાં માતાપિતાને દીકરીએ હકીકત જણાવતા માતાપિતાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી અને પોલીસ દ્વારા નરાધમ હિમાંશુ યાદવ પર પોક્સોનો ગુન્હો નોંધ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here