વાંસદા: આદિવાસી વિધાર્થીઓના હિતમાં નિર્ણય લઇને ફ્રી શિપ કાર્ડ,બોન્ડ અને કોલેજ ફ્રી સમસ્યાઓ ઉકેલવા બાબત માટે વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલનો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આભારપત્ર પાઠવવામાં આવ્યો છે.
મેનેજમેંટ ક્વોટાની 2024/25 ની શિષ્યવૃત્તી મંજુર કરવા બદલ ખુબ ખુબ આભાર ગુજરાત રાજ્યના આદિવાસી સમાજની નિચે મુજબની સમસ્યાઓ ઘણા સમયથી ઉકલાય નથી, જેથી નિચેની સમસ્યાઓ નિયમ અનુસાર ઉકેલવા વિનંતી.
1.) શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પોસ્ટમેસ્ટ્રીક શિષ્યવૃત્તિ યોજના /ફ્રી સીપ કાર્ડ યોજનાના અમલ માટે તાત્કાલિક સૂચનાઓ માટે ઠરાવ બહાર પાડવા વિનંતી. જેથી પ્રવેશ સમયે મુશ્કેલી ન સર્જાય
2.) વર્ષ 23-24.24-25 ની બાકી રહેલી સિવ્યવૃત્તિ ની જલ્દી ચુકવણી કરવામાં આવે આ બંને વર્ષમાં અમુક વિધાર્થીઓએ ફોર્મ ભરેલ નથી અથવા ભરાયા નથી. એમના માટે પોર્ટલ ખોલવામાં આવે.
3.) છોકરીઓ માટે આવક મર્યાદા નથી. ભારત સરકાર ₹2.5 લાખથી વધુ હિસ્સો નથી આપતી. તે વધારાની રકમ રાજ્ય સરકાર ભોગવે છે.છોકરાઓ માટેની ₹2.5 લાખની આવક મર્યાદા દૂર કરવાની ભારત સરકારમાં વહીવટી કાર્યવાહી પ્રવેશ પહેલા જલ્દી કરવામાં આવે એ મંજુર ન થાય ત્યા સુધી છોકરીઓની જેમ રાજ્ય સરકાર ભોગવે. આ પ્રમાણેની કાર્યવાહી ન થતાં 11 વર્ષથી છોકરાઓ અન્યાય નો ભોગ બનતા આવ્યા છે. માટે આ ઠરાવ સત્વરે થાય એ છોકરાઓ માટે અનિવાર્ય છે.
4.) બોગસ અને ફક્ત ફ્રી શીપ કાર્ડ ફી લઈને સર્ટિફિકેટ આપવાનો ધંધો કરતી સંસ્થાઓ પર રોક લગાવવામાં આવે આવી સંસ્થાનું લિસ્ટ વિધાર્થી અને વાલીઓના હિતમાં ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે.
5.) પ્રવેશ માટે ઓફ લાઇન ઓનલાઇન રાઉન્ડમાં કોલેજ બદલાય ત્યારે સમયસર ફ્રી શીપ કાર્ડ મળે તે માટે 7 દિવસનો સમયગાળો આપવા વિનંતી
6.) મેડિકલ બોન્ડ MBBS અને MS, MD ની બોન્ડની જવાબદારી આદિજાતિ વિભાગ લે એવી વિનંતી.
7.) મેડિકલ સહિત તમામ પ્રવેશમાં સેકન્ડ રાઉન્ડ પછી આદિવાસીની ખાલી રહેતી બેઠકો સામાન્ય સોટમાં તબદીલ કરવામાં આવે છે, જે ચાર રાઉન્ડ પછી સામાન્ય સીટમાં તબદિલ કરવા વિનંતી.
8.) સમરસ હોસ્ટેલ
(અ) કોલેજ પ્રવેશ વખતે જ હોસ્ટેલમાં પ્રવેશ આપવાની જોગવાઈ કરવા વિનંતી
(બ) પ્રવેશ માટે 50% નું ધોરણ દૂર કરવા વિનંતી. દા.ત. એન્જીનીયરીંગ માં 35 % એ પ્રવેશ અપાય છે.
જે તે ઉપરોક્ત શક્ય ન બને તો ઉચ્ચ અભ્યાસક્રમ ધરાવનાર દરેક મોટા શહેરોમાં 500 આદિવાસી વિધાર્થી ઓ અને 500 છોકરીઓ રહી શકે એવી હોસ્ટેલની સુવિધા કરવા વિનંતી. કોલેજ સાથે 11.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીને પ્રવેશ આપવા વિનંતી.

