ખેરગામ: ગતરોજ ખેરગામના તત્કાલિન પીએસઆઈ એમ.બી.ગામીતને જાહેર માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર દ્વારા મહિલા તબિબ અરજદારને માહિતી આપવામાં અવરોધ ઉભો કરવાના પ્રયાસો બદલ 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

ખેરગામના મહિલા પેથોલોજીસ્ટ તબિબ ડો.દિવ્યાંગી નિરવ પટેલ દ્વારા પોતાની હોસ્પિટલમા પોલિસ કર્મચારીઓ ગેરકાયદેસર રીતે ઘુસી જતાં કરવામાં આવેલ ફરિયાદ પર કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ તત્કાલિન PSI દ્વારા આપવામાં નહીં આવતા,તેમણે RTIના માધ્યમથી માહિતી માંગતા તત્કાલિન પીએસઆઈ દ્વારા નમૂના ખ-નિયમ3 (3)નું ખુલ્લું ઉલ્લંઘન કરી અરજદારને માહિતી મેળવવા પોલિસ સ્ટેશન બોલાવેલ, પરંતુ મહિલા તબિબના જણાવ્યા અનુસાર જયારે પણ અમારો સ્ટાફ અરજી આપવા કે અન્ય કોઈ કારણોસર પોલિસ સ્ટેશન જાય તો અરજીઓ/ફરિયાદ સ્વીકારવામાં ખાસ કરીને મહિલા પીએસઓ ઉષાબેન પટેલ દ્વારા ભારે આનાકાની કરવામાં આવતી હોય છે અને સ્ટાફને હેરાન કરવામાં આવતા હોય છે. આથી અરજદારને જાહેર માહિતી અધિકારી કમ PSI નો નિર્ણય યોગ્ય ન લાગવાથી,જાહેર માહિતીએ પાઠવેલ પત્રની યોગ્યતા પુરવાર કરતા સરકારી આદેશ/પરિપત્ર માંગેલ જેના જવાબમાં ફરીથી જાહેર માહિતી અધિકારી કમ PSI એ RTI એક્ટ-2005 નું ઉલ્લંઘન કરતા જોઈતી માહિતી પોલિસ સ્ટેશનમાં આવીને લઇ જવી પડશે એમ જણાવેલ. આથી મહિલા તબિબે જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ થઈને પ્રથમ અપીલ અધિકારી DYSPડ નવસારીને રજુઆત કરેલ,ત્યાં પ્રથમ અપીલ અધિકારી નવસારી જિલ્લા એસપી સુશીલ અગ્રવાલ હાજર રહેલ અને પોતાના વિભાગના PSI કમ જાહેર માહિતી અધિકારીનો સીધો બચાવ કરી PSI એમ.બી.ગામિતના જવાબને સાચો જણાવેલ, તેની સામે મહિલા તબિબ અરજદાર પોતાની દલીલો રજુ કરવા જતાં નવસારી જિલ્લા SP સુશીલ અગ્રવાલ દ્વારા મહિલા તબિબ અરજદારને સામે પડેલ ખુરસી પર બેસવા જતાં અટકાવી, આ લાઈવ કોર્ટ છે અને હું જજ છું એટલે તમે મારી સામે બેસી નહીં શકો એ પ્રકારની અપમાનજનક વાતો કરી ભારે અપમાન કરવામાં આવેલ અને આરટીઆઈનો કાયદો તો 20 વર્ષ જૂનો છે અને એમાં અત્યાર સુધીમા કેટલાય સુધારા આવી ચુક્યા છે અને તમો અરજદારને કોઈ જાણકારી નથી લાગતી એમ જણાવી ગેરમાર્ગે દોરતી વાતો કરેલ. મહિલા અરજદારને આ બધી વાતો યોગ્ય ન લાગતા તેમણે પોતાની અપીલની દલીલો લેખિતમાં લખવા માટે રોજકામની ડાયરી માંગેલ તેના જવાબમાં SP સુશીલ અગ્રવાલે જણાવેલ કે આ મારી ઓફિસ છે, અહીંયા હું જે ધારું એ જ થશે એમ જણાવેલ. વારંવારના અપમાનથી વ્યથિત થયેલ મહિલા તબિબ અરજદારે SPની ચેમ્બર ચાલુ સુનવણી મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગમાં અને ગૃહમંત્રી, રાજયના પોલિસવડા, સુરત રેંજ આઇજી અને નવસારી કલેકટરને ફરિયાદ કરી, માહિતી આયોગ સમક્ષ દ્વિતીય અપીલ કરી હતી, જે અન્વયે તારિખ 18/06/2025 ના રોજ નવસારી કલેકટર ઓફિસ ખાતે યોજાયેલ સુનવણી દરમ્યાન મુખ્ય માહિતી કમિશનર ડો.સુભાષ સોની દ્વારા RTI એક્ટ-2005 ના નિયમોના ભંગ અને મહિલા અરજદાર સાથે ગેરવર્તણુકનો આદેશ ગંભીરતાથી લઇ તત્કાલિન જાહેર માહિતી અધિકારી કમ PSI ખેરગામ એમ.બી.ગામિતને 5000 નો દંડ આદેશ મળ્યેથી દિન-10 મા માહિતી આયોગની તિજોરીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે અને 15 દિવસમાં રૂપિયા ભર્યાની પહોંચ રજુ કરવા આદેશ આપેલ છે. જો PSI લિવ રિઝર્વ એમ.બી.ગામિત દંડની રકમ નહીં ભરે તો એના પગારમાંથી દંડની રકમ વસુલી એ અંગેનો રિપોર્ટ તારિખ 15/08/2025 સુધીમાં આયોગને રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આ અંગે Decision News સાથે વાતચીતમા મહિલા તબિબના પતિ અને સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે અમે જેટલીવાર SP ઓફિસમાં રજૂઆત કરવા ગયેલ ત્યારે જબરજસ્તીથી અમારો ફોન કેબિનની બહાર મુકાવડાવેલ અને કોરા કાગળમાં રજૂઆતો લખ્યા વિના જ સુનવણી પહેલા જ સુનવણીમા હાજર રહેલ છે એવી સહી કરવા દબાણ કરેલ. નવસારી જિલ્લા SP સુશીલ અગ્રવાલ દ્વારા પોતાના તાબા હેઠળના વર્ગ-3 કર્મચારી PSI એમ.બી.ગામિતના ગેરકાયદેસર કૃત્યોનો બચાવ કરવા માટે અમારું વારંવાર અપમાન કરેલ અને હું જજ છું અને તમે લોકો મારી સામે બેસી નહીં શકો સહિતના જાતજાતના વાણી વિલાસ કરેલ.જે અમને યોગ્ય નહીં લાગતા અમે જણાવેલ કે સામાજિક આગેવાન તરીકે અમે વિવિધ સરકારી કચેરીઓમાં ગયા છીએ અને અત્યાર સુધીમા ઘણીવાર RTIની પ્રથમ અપીલમાં પણ ગયા ત્યાં કોઈપણ જગ્યાએ ખોટી રીતે અપમાન કરવાની કોઈએ કોશિશ કરેલ નથી.

આથી SP પાસે પોતે જજ હોવાની વાતો કરી રહેલ છે તે લેખિતમાં લખી આપવા વિનંતી કરેલ અથવા એમને સરકારી તરફથી જજ તરીકે સરકારી નિમણુંકપત્ર મળેલ હોય તો તેની અધિકૃત નકલ માંગેલ. તેનાથી ઉશ્કેરાયને ગુસ્સે ભરાયને બરાડા પાડીને કેબિનમાથી નીકળી જવા જણાવેલ. અમારું અપમાનની સાબિતી તરીકે અમે SP કચેરીના ચેમ્બરના CCTV ફૂટેજ માંગેલ અને જરૂર પડ્યે બંને પક્ષના નાર્કો ટેસ્ટની માંગણી કરેલ. પરંતુ આજ દિન સુધીમા નવસારી એસપી દ્વારા આજદિન સુધી અમને કોઈપણ જાતનો સહકાર આપેલ નથી. આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા એસપીએ પોતાના વિરુદ્ધની ફરિયાદોની તપાસ પોતાના હાથ નીચેના DYSP અને પોલિસ ઇન્સ્પેક્ટર પાસે કરાવી અહેવાલ પણ પોતાને જ સબમિટ કરાવીને તપાસના નામે તરકટ રચેલ છે જેની સામે અમને સખત વાંધો હોવાથી અમે ન્યાય મેળવવા ટૂંક સમયમાં ન્યાયાલયનો સહારો લઈશું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here